Tuesday, October 30, 2018

ખોડીયાર ચાલીસા



અનેક રૂપે અવતરી, ભોમ ઉતારણ ભાર, 
 આવી શક્તિ ઈશ્વરી, ખમકારી ખોડિયાર.
જગત જનેતા આપ છો, દયાળુ ને દાતાર, 
 ભવસાગર થકી તરવા, ખોડલ એક આધાર.
નવ ખંડોમાં નેજા ફરકે, દશે દિશાએ તારાં નામ,
 ભક્તો તણી પ્રતિપાલ છે, તું ખમકારી ખોડિયાર.
ગળધરે પ્રથમ વાસ કર્યો, પ્રગટ્યા શક્તિ અવતાર,
 દર્શન દીધા રા,નવઘણને, ખમકારી ખોડિયાર.
તું તાતણિયા ધરાવાળી, દર્શન દઈ સુખ દેનાર, 
 ટાળતી દુઃખ જો અનેકના, ખમકારી ખોડિયાર.
સોરઠ ભૂમિ સોહામણી, માટેલ ધરામાં વાસ, 
 મડદાં તું ઉઠાડતી મા, ખમકારી ખોડિયાર.
ખોડેલ ખડગધારી માત, વિદ્યાવળવાળી માત, 
 પરચા પૂર્યા તેં ઘણાં, થઈ જગતમાં વિખ્યાત.
ડુંગરે ડુંગરે દીવા બળે, તારા મા ખોડિયાર, 
 ત્રિશૂળ તેજસ્વી હાથમાં, દિવ્ય જેનો ચમકાર.
ત્રિશૂળધારિણી ખોડલી, કરતી તું ખમકાર, 
 લોબડીઆળી આઈ તું, સહુને સુખ દેનાર.
મગર ઉપર સવારી કરી, પધારે ખોડલ માત,
 જે ભાવે જે જે ભજે, તેને દર્શન દે સાક્ષાત્.
ધરા ધરામાં વાસ તારો, ત્રિશૂળ કર્યું નિશાન, 
 ગિરિ-ડુંગરે વાસ તારો, પરચા તારા મહાન.
વાંઝિયા-મેણું ટાળવા, અવતર્યાં ચારણ ઘેર, 
 કર્યો મા તેં કુળ ઉદ્ઘાર, ખમકારી ખોડિયાર.
જન્મ્યાં મોમડિયાને ઘરે, છ બહેનોની સંગાત, 
 લાગી ખોડી કે,તાતને, પણ થઈ તું જગવિખ્યાત.

ખોડલ કેરી સહાયથી, વરુડી કરતી કાજ, 
 પરચા કઈ જોવા મળ્યા, રા,નવઘણને સાચ.
ખોડલ કેરી સહાયથી, જો દરિયો ઓળંગાય,
 સમરે જેહ જે ભાવથી, કામ તેના સફળ થાય.
દર્શન દીધાં રા, રાયને, ખોડલ માએ સાક્ષાત્, 
 ધન્ય બની ગયું જીવન, જગમાં થયો વિખ્યાત.

ત્રણ વરસની ઉંમરે, પરચા પૂરતી માય,
 હતી વરોળી વાંઝણી, થઈ દૂઝતી ગાય.
સોના-રૂપાની છડી પર, લાલ ધજા અનુપમ, 
 પૂજે ખોડિયાર માતને, વલ્લભીપુરના ભૂપ.
ખોડલ કેરી કૃપાએ, નિરોગી થયો રાજકુમાર,
 રોગ-દોગ સૌ ચાલી ગયા, થયું મુખ તેજ અંબાર.
શિહોરા કેરા ડુંગરે, કર્યો ખોડલ વાસ, 
 રંક રાય સૌ નમન કરે, મા પૂરે સૌની આશ.
નેક ટેક વ્રત શ્રદ્ઘાથી, મે,રબાન ખોડલ થાય, 
 પંગુ વરજાંગ સુતને જો, ચડાવ્યો ડુંગર ક્ષણમાંય.
એ પ્રતાપી મા ખોડલે, કર્યો પ્રચંડ પડકાર, 
 ધુણાવ્યો ધુંધળીનાથને, પરચાળી તું ખોડિયાર.
એ.....ધૂણે મંડ્યો ધૂણવા, ધૂંધળી જોગંદર, 
 માએ વગડાવ્યાં ડાકલાં, ધૂણે ધાંધલપર.
કોળાંભા સદભાગી, કમળાઈ ડુંગરનું નામ, 
 દર્શનથી દુઃખડાં ટળે, મા ખોડિયારનું ધામ.
હઠીસિંગ કુમતિયો થયો, અત્યાચાર કર્યો અમાપ,
 મા કન્યાએ તવ કૃપાથી, ભસ્મ કીધો એ ભૂપ.
તાંતણિયા ધરા પાસે, ખોડલે કર્યા ધામ, 
 ભાવનગર નૃપતિઓનાં, મા કરતી સદા કામ.
ચિંતા વિઘ્ન વિનાશિની, ત્રિશૂળ હસ્ત ધરંત, 
 હે ખોડલ મા દયાળી, તું ભક્ત રક્ષા કરંત.
મા ખોડલ, મા દયાળી, જોને કરતી સહાય, 
 શરણાગત-રક્ષા નિત, જોને કરતી માય.
અંધને દેખતાં કરે, વાંઝિયાને આપે બાળ, 
 પરચા અપરંપાર ખોડલ, તું છે દીનદયાળ.
ખોડલ ખોડલ જે કહે, ને ઘરે નિરંતર ઘ્યાન, 
 તેની સહાયે સર્વદા રહે, તું ખોડલ માત.
દીન વત્સલ ખોડિયારની, કૃપા નજર જો થાય,
 તો તૃણનો મેરુ બને, મૂંગો મંગળ ગાય.
મોમડિયાની બાળને, ભજતા પાતક જાય, 
 પાપ સરવ તેના ટળે, જીવન ઉન્નત થાય.
આધી-વ્યાધી સહુ પળે, ખોડલને દરબાર, 
 આશા સહુ પૂરી કરે, ખમકારી ખોડિયાર.
ધાબડીયાળી માવડી, ખપ્પરવાળી ખોડિયાર, 
 ખમકારો જો કરે તો, ભવનાં દુખડાં જાય.
ખોડલ સૌની માવડી, સંકટે કરે સહાય, 
 તેને ભરોંસે નાવડી, ઊતરે પાર સદાય.
સહાય જેને ખોડિયારની, મનસા પુરણ થાય, 
 હર પળે હાજર રહે એ, ખમકારી ખોડલ માય.
લંગડાં બને સાજાં નરવાં, મા ખોડલને પ્રતાપ, 
 રોગી કૈંક થાય નિરોગી, મા ખોડલને પ્રતાપ.
લૂલાં લંગડાં ને દુખિયાં, આવતા માને દ્વાર,
 હેતથી હસી રાજી કરી, ખોડલ કરતી વહાર.
ખોડલ સૌની માવડી, વિપત્ત કરજે સહાય, 
 બિરુદ તારું જાય ના, ભરજે ના પાછો પાય.
'મા' ની લીલાનો નહિ પાર, જેનાં ઠેર ઠેર ધામ, 
 'મા' ના ગુણ ગાવાનો નહિ પાર, હૈયે એનું નામ.

**** બોલ શ્રી ખોડિયાર માતની જય ****

શ્રી રાંદલ ચાલીસા – જય રાંદલ માં



ગોરવર્ણ નીલાંબર ધારી, જગ જનની દર્શન સુખ કરી

નમું નારાયણી રાંદલ માતા, કમલાસની કર કમળ સુહાની.

પ્રથમ નામ સૌરચના માતા, રાંદલ છાયા સંગના ખ્યાતા.

નારાયણી રતના જગ જાતા, કઠીન તપસ્વી અશ્વિન માતા

સપ્ત નામ રાંદલ નીત ગાયે, વહેમ મૂળ અને કુસંપ જાયે.

પિતા વિશ્વકર્મા વિખ્યતા, મેના માતા શુભ સફલ દાતા.

તીવ્ર તેજ પતિ સુરજ દેવા, પતિ મુખ દર્શન મળે ના સેવા.

દર્શન કરતા નેત્ર બિડાયે, પતિ મુખ દર્શન કદી ના થયે.

રનાએ ચિત વાત વિચારી, કહી પિતા બ્રહ્મા ને સારી.

કારણ પૌત્ર નું મન વિચારી, વિચારી વાણી વદે સુખ કરી.

તપો પંચ વ્રત કઠીન કુમારી, પતિ મુખ દર્શન થશે સુખ કરી.

રાંદલ ચિતમાં વાત વિચારી, પોતાની છાયા રચી સારી.

આદિત્ય સેવા છાયા થકી થાયે, માં રાંદલ તપ તપવા વન જાયે.

ધરમાણ્ય ગયા જગદંબા અહિત, અશ્વિની રૂપે તપ આરંભ્યા.

માનુ સવારની શાની તાપી નામે, રાંદલ પુત્ર ગુણી યમરાજા.

રાંદલ પુત્ર ગુણી યમરાજા, કહે પિતાને મૂકી માજા.

ભેદ ભાવ મમ માતા રાખે, ને મુજ પર કંટાળો દાખે.

ધરે ધ્યાન વિસ્મય જગમાતા, તાપે તપ અશ્વિની રૂપે જગમાતા,

અશ્વ રૂપે આદિત્ય ત્યાં જાય, અતિ સુખ પતિ મુખ દર્શન થાયે.

રવિ રાંદલ ઉર આનંદ માયે, પુષ્પ વર્ષા કરી દેવી જય ગાયે.

તપ આચરે પરાગ સુખ થાયે, મટે કોઢ અંધાપો જાયે.

યમ યમુના અશ્વિની કુમારી, મનુ વૈશ્વતા રૈવત નીધ્રારા.

રાંદલ પ્રજા પરમ સુખ દાયી, નાસે રોગ યમ બહીતી જાયે.

સોરઠ દેસ શુભ દળવા ગામે, ગોપ ગણાતા નેહ તે નમે.

માનવ લીલા માત વિચારે, સુંદર બાળા નું રૂપ ધરીને.

ત્રણ વર્ષ અતિ રૂપવતી બાળા, મળી ગોપણ તને વિશાલા.

વાચા નહીં સંજ્ઞા થી સમજાવે, સંજ્ઞા નામે સહુ બોલાવે.

સાત દુકાળ પડ્યા અતિ ભારી, નેહે ઘણું ઘાંસ વર્ષા બહુ સારી.

આતી ઉત્તમ ગૌસેવા જાણી, દેનું ચરાવે રાંદલ રાણી.

સોળ વર્ષ વાય સંજ્ઞા થઈ, રૂપ ગુણ માંના બહુ વખાણી.

દુષ્ટો હરવા આવ્યા માતા, સિહ બની ધેનું રક્ષતા.

સિંહ આરૂઢ નારાયણી થાયે, ચક્ર ત્રીસુળ થી સૈન્ય હણાયે.

જય જય જય સંજ્ઞા જય ગાયે, આતમ ના ષડ શત્રુ હણાયે.

અતિ શુભાશિષ રાંદલ આપે, સ્થાન જીન દળવામાં સ્થાપે.

ત્રિપદા તપ થી રાંદલ રાખે, કર્મ બંધન સહુના કાપે.

કન્યા સાધવા મનવાંછિત પામે, વિધવા સત્ય વ્રત દુખ વામે.

સુદ બીજ સપ્તર્ષિ ભાનુપ અલુણ, તપ થી મન માન્યું.

સીમંત ઉપવીત લગ્ન શુભ કામ, પૂજે રાંદલ સુખ સંતતિ પામે.

ઔરંગાબાદ શુભ શીતળ ધામે, સવંત વીસ ચુમ્માલીસ નામે.

માં રાંદલ ચાલીસા જે કોઈ ગાયે, ઉપનામે રાંદલ આનંદ કહેવાયે.

દોહા

રાંદલ ચાલીસા ભણે, પદાર્થ પામે ચાર

વેદો – વિદ્યા ધન – સંપતી, ને સદગુણ ગુણી પરિવાર

અત્ર નિદ્રા આસન અને ગૃહ જીવન કુટીર ત્યાગ

પાંચ ત્યાગ થી તાપ તપે, પાંચ વ્રતી મહાભાગ

દિલ ના સત્ય રણકારથી, નારાયણી રાજી થાય

એરણકાર પ્રણવથી, સઘળી ઝાંખી થાય.

“બોલો રાંદલ માતાકી જય”



જય રાંદલ માં

શ્રી મોમાઈ ચાલીસા


મોમાઈ નમું હું માં કુળદેવી , અમ પર ક્રૂપા તમારી એવી.
આપ દયાળુ ને મહાદાની , જય જય જય મોમાઈ કલ્યાણી.

દ્વાર ઉગમણે માવડી બેઠી , સાર સંભાળ માં સહુની લેતી .
કુળ શેઠીયા પરીવારે પુજાણી , જય જય જય મોમાઈ કલ્યાણી.

મુર્તિ સ્વરૂપે સદા સોહાવે , ગોડી પોઢી ને પ્રેરણા પઠાવો .
અનહદ શક્તિ સહુએ વખણી , જય જય જય મોમાઈ કલ્યાણી.

વસ્ત્રલાલ કમળ ફુલ હાથે , ચાર ભુજા ને મુકટ છે માથે .
આંખે અમી નીત હરખાણી , જય જય જય મોમાઈ કલ્યાણી .

મઢ માવડી નું મંદીર ચોકે , લોકો આવે છે દર્શન કાજે .
મુર્તિ સ્વરૂપ સિન્દુરની દીપદાની , જય જય જય મોમાઈ કલ્યાણી .

પાય પડી જો વિનવે વાણી , ભાવ પ્રમાણે ભજતા ભાવે ,
અન્ન્દાની દેનાર દેખાણી , જય જય જય મોમાઈ કલ્યાણી .

નવરાત્રી આઠમ અજવાળી , ધુણે ભુવા હાક-ડાક વગાડી,
ચઢે નૈવેદ-શ્રીફળ અનુષ્ઠાની , જય જય જય મોમાઈ કલ્યાણી .

ભુલી મારગ કોઈ અવળા ભાગે , પાય પડી પ્રાશ્ચિત માંગે ,
થતાં દયા સુધરે જીંદગાની , જય જય જય મોમાઈ કલ્યાણી .

વાંઝ-વનિત માં તુજને પૂજે , રમે બાળક માં એની કુખે ,
ભાઇ-ભગીની ની જોડી ભવાની , જય જય જય મોમાઈ કલ્યાણી .

વંશ વ્રૂદ્ધિ,યશ, કિર્તી માં આપે , જો નવરાત્રી મા તુજને જાપે ,
ટળે વિપત્તા નિર્ભય નિર્વાણીની ,જય જય જય મોમાઈ કલ્યાણી .

મોમાઈ ચલીસા જે જન ગાશે , સંકટ ,રોગ, દુ:ખ , દરિદ્ર્તા જાશે ,
રિધ્ધી સિધ્ધી , સુખ , શાંતિ દાયીની , જય જય જય મોમાઈ કલ્યાણી .


નમું નમું કુળદેવી તુજને, નમું વિશ્વ જનની માત ,
શેઠીયા પરિવાર ના મંગલ કાજ , દોડી આવી માં તુ સાક્ષાત .

Wednesday, May 30, 2018

શ્રી ચામુંડા ચાલીસા

ચામુંડા જયકાર હો જય જય આદિ માત ।
પ્રસન્ન થાઓ પ્રેમથી ભમતી ભુવન સાત ॥

જય ચામુંડા જય હો માતા ।
દુઃખ હરી આપો સુખ શાતા ॥
ત્રણેય લોકમાં વાસ તમારો ।
તું હીં એક હો સાથ અમારો ॥
ચંડ-મુંડના મર્દન કીધાં ।
અસુર ગણોના રક્ત જ પીધાં ॥
હાથે ખડગ ને ત્રિશૂળ બિરાજે ।
સિંહ ઉપર તું જનની રાજે ॥
હાહાકાર અસુર ગણ કરતા ।
જ્યાં માં તમારા ચરણો પડતાં ॥
હું હું નાદે યુદ્ધ તું કરતી ।
શત્રુ હણી અટ્ટહાસ્ય તું કરતી ॥
યુગે યુગે અવતાર તું ધરતી ।
ભાર ભૂમિનો સધળો હરતી ॥
સંત જનો ને ઋષિઓ પુકારે ।
દેવ ગણો પણ શરણે તારે ॥
જય ચામુંડા ? જય કંકાલી ।
તું હિ અંબિકા ! તું હિ કાલી ॥
મંગલમયિ તું મંગલ કરજે ।
ભવ ભવ કેરાં દુઃખડા હરજે ॥
અસુર ગણોને તેં જ વિદાર્યા ।
દેવ ગણો ભય હીન બનાવ્યા ॥
ભક્ત જનોને નિર્ભય કરતી ।
સધળાં એના સંકટ હરતી ॥
હ્રીં ચામુંડા ! શ્રીં કલ્યાણી ।
દેવ અને ઋષિ ગણથી અજાણી ॥
કોઈ ન તારો મહિમા જાણે ।
બ્રહ્મા વિષ્ણુ શિવ સૌ પ્રમાણે ॥
દે બુદ્ધિ હરી લે સહું સંકટ ।
ભક્તો સમરે થાય તું પરગટ ॥
જય ૐ કારા , જય હું કારા ।
મહાશક્તિ જય અપરંપારા ॥
જગદંબા નવ વાર લગાવો ।
પુકાર સુણી દોડી આવો ॥
દુઃખ દરિદ્રતા મૈયા ! કાપો ।
સંકટ હરીને આનંદ સ્થાપો ॥
જય શંકરી સુરેશ સનાતન ।
કોટિ સિદ્ધિ કવિ માત પુરાતન ॥
કાલિકાલમાં તું હિ ક્રૂપાળી ।
તું વરદાતા તું હિ દયાળી ॥
તું આનંદી , આનંદ નિધાન ।
તું જશ આપે અરપે તું માન ॥
વિધ્યા દેવી ! વિધ્યા દોને ।
જડતા અગ્યાન સૌ હરી લોને ॥
પળ પળ દુઃખના વિષ જ ડંખે ।
બાળક તારૂં અમરત ઝંખે ॥
પ્રલયકાળ તું નર્તન કરતી ।
સહુ જીવોનું પાલન કરતી ॥
મેધ થઈ માં ! તું ગર્જતી ।
અન્નપૂર્ણા તું અન્ન અર્પતી ॥
સહસ્ત્ર ભુજ સરોરૂહ માલિની ।
જય ચામુંડા મરઘટ વાસિની ॥
કરૂણામ્રૂત સાગર તું હિ દેવી ।
જ્યોતિ તમારી સોહે કેવી ॥
અંબ અંબિકા ચંડી ચામુંડા ।
પાપ બધાં વિદારે તું ભૂંડા ॥
એક શક્તિ તું બહુ સ્વરૂપા ।
અકથ ચરિત્રા શકિત અનુપા ॥
જપ વિધ્યા જપ લક્ષ્મી તું છે ।
જપ ભકિત ? અમ ગ્યાન જ તું છે ॥
અખિલ નિખિલમાં તું ઘૂમનારી ।
સકલ ભવનમાં તું રમનારી ॥
હું હું હું હુંકાર કરતી ।
સર્જન કરતી વિસર્જન કરતી ॥
હાથ ચક્ર ને ત્રિશૂળ શોભે ।
નિરખી અસુરો દૂર દૂર ભાગે ॥
તું ઐં હ્રીં ક્લીંમ ચામુંડાયે વિચ્ચૈ ।
ત્રણેય લોક તુજ કરુણા યાચે ॥
ક્રૂપા કરી માં ! દર્શન દેજો ।
પાપ અમારા સર્વ બાળી દેજો ॥
તું સ્વાહા ! તું સ્વધા સ્વરૂપા ।
યગ્ય તુ યગ્યની તુંજ છે ભોક્તા ॥
તું માતા તું હવિ ભવાની ।
તારી ગતિ તો કોઇયે ન જાણી ॥
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ પૂજે ।
તુજ વિણ કોઈને કાંઇ ન સૂજે ॥
સ્તુતિ કરે સૌ ભક્ત અખંડ ।
તું બ્રહ્માંડે ઘુમતી ચંડે ॥
ક્ષમા કરો માં ! ભૂલ અમારી ।
યાચી રહ્યાં ! દયા તમારી ॥
સચરાચરમાં વ્યાપિની ચામુંડા ! તું માત ।
ક્રૂપા કરી જગદંબે હે ! દેજો અમને સાથ ॥

શ્રી વિન્ધ્યેશ્વરી ચાલીસા

દોહા
નમો નમો વિન્ધ્યેશ્વરી નમો નમો જગદમ્બ ।
સન્તજનોં કે કાજ મેં માઁ કરતી નહીં વિલમ્બ ॥

જય જય જય વિન્ધ્યાચલ રાની । આદિ શક્તિ જગ વિદિત ભવાની ॥

સિંહવાહિની જૈ જગ માતા । જય જય જય ત્રિભુવન સુખદાતા ॥

કષ્ટ નિવારિની જય જગ દેવી । જય જય જય જય અસુરાસુર સેવી ॥

મહિમા અમિત અપાર તુમ્હારી । શેષ સહસ મુખ વર્ણત હારી ॥

દીનન કે દુઃખ હરત ભવાની । નહિં દેખ્યો તુમ સમ કો‍ઈ દાની ॥

સબ કર મનસા પુરવત માતા । મહિમા અમિત જગત વિખ્યાતા ॥

જો જન ધ્યાન તુમ્હારો લાવૈ । સો તુરતહિ વાઞ્છિત ફલ પાવૈ ॥

તૂ હી વૈષ્ણવી તૂ હી રુદ્રાણી । તૂ હી શારદા અરુ બ્રહ્માણી ॥

રમા રાધિકા શામા કાલી । તૂ હી માત સન્તન પ્રતિપાલી ॥

ઉમા માધવી ચણ્ડી જ્વાલા । બેગિ મોહિ પર હોહુ દયાલા ॥

તૂ હી હિઙ્ગલાજ મહારાની । તૂ હી શીતલા અરુ વિજ્ઞાની ॥

દુર્ગા દુર્ગ વિનાશિની માતા । તૂ હી લક્શ્મી જગ સુખદાતા ॥

તૂ હી જાન્હવી અરુ ઉત્રાની । હેમાવતી અમ્બે નિર્વાની ॥

અષ્ટભુજી વારાહિની દેવી । કરત વિષ્ણુ શિવ જાકર સેવી ॥

ચોંસટ્ઠી દેવી કલ્યાની । ગૌરી મઙ્ગલા સબ ગુણ ખાની ॥

પાટન મુમ્બા દન્ત કુમારી । ભદ્રકાલી સુન વિનય હમારી ॥

વજ્રધારિણી શોક નાશિની । આયુ રક્શિણી વિન્ધ્યવાસિની ॥

જયા ઔર વિજયા બૈતાલી । માતુ સુગન્ધા અરુ વિકરાલી ।
નામ અનન્ત તુમ્હાર ભવાની । બરનૈં કિમિ માનુષ અજ્ઞાની ॥

જા પર કૃપા માતુ તવ હો‍ઈ । તો વહ કરૈ ચહૈ મન જો‍ઈ ॥

કૃપા કરહુ મો પર મહારાની । સિદ્ધિ કરિય અમ્બે મમ બાની ॥

જો નર ધરૈ માતુ કર ધ્યાના । તાકર સદા હોય કલ્યાના ॥

વિપત્તિ તાહિ સપનેહુ નહિં આવૈ । જો દેવી કર જાપ કરાવૈ ॥

જો નર કહં ઋણ હોય અપારા । સો નર પાઠ કરૈ શત બારા ॥

નિશ્ચય ઋણ મોચન હો‍ઈ જા‍ઈ । જો નર પાઠ કરૈ મન લા‍ઈ ॥

અસ્તુતિ જો નર પઢે પઢાવે । યા જગ મેં સો બહુ સુખ પાવૈ ॥

જાકો વ્યાધિ સતાવૈ ભા‍ઈ । જાપ કરત સબ દૂરિ પરા‍ઈ ॥

જો નર અતિ બન્દી મહં હો‍ઈ । બાર હજાર પાઠ કર સો‍ઈ ॥

નિશ્ચય બન્દી તે છુટિ જા‍ઈ । સત્ય બચન મમ માનહુ ભા‍ઈ ॥

જા પર જો કછુ સઙ્કટ હો‍ઈ । નિશ્ચય દેબિહિ સુમિરૈ સો‍ઈ ॥

જો નર પુત્ર હોય નહિં ભા‍ઈ । સો નર યા વિધિ કરે ઉપા‍ઈ ॥

પાઞ્ચ વર્ષ સો પાઠ કરાવૈ । નૌરાતર મેં વિપ્ર જિમાવૈ ॥

નિશ્ચય હોય પ્રસન્ન ભવાની । પુત્ર દેહિ તાકહં ગુણ ખાની ।
ધ્વજા નારિયલ આનિ ચઢાવૈ । વિધિ સમેત પૂજન કરવાવૈ ॥

નિત પ્રતિ પાઠ કરૈ મન લા‍ઈ । પ્રેમ સહિત નહિં આન ઉપા‍ઈ ॥

યહ શ્રી વિન્ધ્યાચલ ચાલીસા । રઙ્ક પઢ़ત હોવે અવનીસા ॥

યહ જનિ અચરજ માનહુ ભા‍ઈ । કૃપા દૃષ્ટિ તાપર હો‍ઈ જા‍ઈ ॥

જય જય જય જગમાતુ ભવાની । કૃપા કરહુ મો પર જન જાની ॥

શ્રી ભૈરવ ચાલીસા

દોહા
શ્રી ગણપતિ ગુરુ ગૌરિ પદ પ્રેમ સહિત ધરિ માથ ।
ચાલીસા વન્દન કરૌં શ્રી શિવ ભૈરવનાથ ॥

શ્રી ભૈરવ સઙ્કટ હરણ મઙ્ગલ કરણ કૃપાલ ।
શ્યામ વરણ વિકરાલ વપુ લોચન લાલ વિશાલ ॥

જય જય શ્રી કાલી કે લાલા । જયતિ જયતિ કાશી-કુતવાલા ॥

જયતિ બટુક-ભૈરવ ભય હારી । જયતિ કાલ-ભૈરવ બલકારી ॥

જયતિ નાથ-ભૈરવ વિખ્યાતા । જયતિ સર્વ-ભૈરવ સુખદાતા ॥

ભૈરવ રૂપ કિયો શિવ ધારણ । ભવ કે ભાર ઉતારણ કારણ ॥

ભૈરવ રવ સુનિ હ્વૈ ભય દૂરી । સબ વિધિ હોય કામના પૂરી ॥

શેષ મહેશ આદિ ગુણ ગાયો । કાશી-કોતવાલ કહલાયો ॥

જટા જૂટ શિર ચન્દ્ર વિરાજત । બાલા મુકુટ બિજાયઠ સાજત ॥

કટિ કરધની ઘૂઁઘરૂ બાજત । દર્શન કરત સકલ ભય ભાજત ॥

જીવન દાન દાસ કો દીન્હ્યો । કીન્હ્યો કૃપા નાથ તબ ચીન્હ્યો ॥

વસિ રસના બનિ સારદ-કાલી । દીન્હ્યો વર રાખ્યો મમ લાલી ॥

ધન્ય ધન્ય ભૈરવ ભય ભઞ્જન । જય મનરઞ્જન ખલ દલ ભઞ્જન ॥

કર ત્રિશૂલ ડમરૂ શુચિ કોડા । કૃપા કટાક્શ સુયશ નહિં થોડા ॥

જો ભૈરવ નિર્ભય ગુણ ગાવત । અષ્ટસિદ્ધિ નવ નિધિ ફલ પાવત ॥

રૂપ વિશાલ કઠિન દુખ મોચન । ક્રોધ કરાલ લાલ દુહુઁ લોચન ॥

અગણિત ભૂત પ્રેત સઙ્ગ ડોલત । બં બં બં શિવ બં બં બોલત ॥

રુદ્રકાય કાલી કે લાલા । મહા કાલહૂ કે હો કાલા ॥

બટુક નાથ હો કાલ ગઁભીરા । શ્વેત રક્ત અરુ શ્યામ શરીરા ॥

કરત નીનહૂઁ રૂપ પ્રકાશા । ભરત સુભક્તન કહઁ શુભ આશા ॥

રત્ન જડિત કઞ્ચન સિંહાસન । વ્યાઘ્ર ચર્મ શુચિ નર્મ સુ‍આનન ॥

તુમહિ જા‍ઇ કાશિહિં જન ધ્યાવહિં । વિશ્વનાથ કહઁ દર્શન પાવહિં ॥

જય પ્રભુ સંહારક સુનન્દ જય । જય ઉન્નત હર ઉમા નન્દ જય ॥

ભીમ ત્રિલોચન સ્વાન સાથ જય । વૈજનાથ શ્રી જગતનાથ જય ॥

મહા ભીમ ભીષણ શરીર જય । રુદ્ર ત્રયમ્બક ધીર વીર જય ॥

અશ્વનાથ જય પ્રેતનાથ જય । સ્વાનારુઢ સયચન્દ્ર નાથ જય ॥

નિમિષ દિગમ્બર ચક્રનાથ જય । ગહત અનાથન નાથ હાથ જય ॥

ત્રેશલેશ ભૂતેશ ચન્દ્ર જય । ક્રોધ વત્સ અમરેશ નન્દ જય ॥

શ્રી વામન નકુલેશ ચણ્ડ જય । કૃત્યા‍ઊ કીરતિ પ્રચણ્ડ જય ॥

રુદ્ર બટુક ક્રોધેશ કાલધર । ચક્ર તુણ્ડ દશ પાણિવ્યાલ ધર ॥

કરિ મદ  પાન શમ્ભુ ગુણગાવત । ચૌંસઠ યોગિન સઙ્ગ નચાવત ॥

કરત કૃપા જન પર બહુ ઢઙ્ગા । કાશી કોતવાલ અડ़બઙ્ગા ॥

દેયઁ કાલ ભૈરવ જબ સોટા । નસૈ પાપ મોટા સે મોટા ॥

જનકર નિર્મલ હોય શરીરા । મિટૈ સકલ સઙ્કટ ભવ પીરા ॥

શ્રી ભૈરવ ભૂતોઙ્કે રાજા । બાધા હરત કરત શુભ કાજા ॥

ઐલાદી કે દુઃખ નિવારયો । સદા કૃપાકરિ કાજ સમ્હારયો ॥

સુન્દર દાસ સહિત અનુરાગા । શ્રી દુર્વાસા નિકટ પ્રયાગા ॥

શ્રી ભૈરવ જી કી જય લેખ્યો । સકલ કામના પૂરણ દેખ્યો ॥

દોહા
જય જય જય ભૈરવ બટુક સ્વામી સઙ્કટ ટાર ।
કૃપા દાસ પર કીજિ‍એ શઙ્કર કે અવતાર ॥

શ્રી સંતોષી માતા ચાલીસા

દોહા
બન્દૌં સન્તોષી ચરણ રિદ્ધિ-સિદ્ધિ દાતાર ।
ધ્યાન ધરત હી હોત નર દુઃખ સાગર સે પાર ॥

ભક્તન કો સન્તોષ દે સન્તોષી તવ નામ ।
કૃપા કરહુ જગદમ્બ અબ આયા તેરે ધામ ॥

જય સન્તોષી માત અનૂપમ । શાન્તિ દાયિની રૂપ મનોરમ ॥

સુન્દર વરણ ચતુર્ભુજ રૂપા । વેશ મનોહર લલિત અનુપા ॥

શ્વેતામ્બર રૂપ મનહારી । માઁ તુમ્હારી છવિ જગ સે ન્યારી ॥

દિવ્ય સ્વરૂપા આયત લોચન । દર્શન સે હો સઙ્કટ મોચન ॥

જય ગણેશ કી સુતા ભવાની । રિદ્ધિ-સિદ્ધિ કી પુત્રી જ્ઞાની ॥

અગમ અગોચર તુમ્હરી માયા । સબ પર કરો કૃપા કી છાયા ॥

નામ અનેક તુમ્હારે માતા । અખિલ વિશ્વ હૈ તુમકો ધ્યાતા ॥

તુમને રૂપ અનેકોં ધારે । કો કહિ સકે ચરિત્ર તુમ્હારે ॥

ધામ અનેક કહાઁ તક કહિયે । સુમિરન તબ કરકે સુખ લહિયે ॥

વિન્ધ્યાચલ મેં વિન્ધ્યવાસિની । કોટેશ્વર સરસ્વતી સુહાસિની ॥

કલકત્તે મેં તૂ હી કાલી । દુષ્ટ નાશિની મહાકરાલી ॥

સમ્બલ પુર બહુચરા કહાતી । ભક્તજનોં કા દુઃખ મિટાતી ॥

જ્વાલા જી મેં જ્વાલા દેવી । પૂજત નિત્ય ભક્ત જન સેવી ॥

નગર બમ્બઈ કી મહારાની । મહા લક્શ્મી તુમ કલ્યાણી ॥

મદુરા મેં મીનાક્શી તુમ હો । સુખ દુખ સબકી સાક્શી તુમ હો ॥

રાજનગર મેં તુમ જગદમ્બે । બની ભદ્રકાલી તુમ અમ્બે ॥

પાવાગઢ મેં દુર્ગા માતા । અખિલ વિશ્વ તેરા યશ ગાતા ॥

કાશી પુરાધીશ્વરી માતા । અન્નપૂર્ણા નામ સુહાતા ॥

સર્વાનન્દ કરો કલ્યાણી । તુમ્હીં શારદા અમૃત વાણી ॥

તુમ્હરી મહિમા જલ મેં થલ મેં । દુઃખ દારિદ્ર સબ મેટો પલ મેં ॥

જેતે ઋષિ ઔર મુનીશા । નારદ દેવ ઔર દેવેશા ।
ઇસ જગતી કે નર ઔર નારી । ધ્યાન ધરત હૈં માત તુમ્હારી ॥

જાપર કૃપા તુમ્હારી હોતી । વહ પાતા ભક્તિ કા મોતી ॥

દુઃખ દારિદ્ર સઙ્કટ મિટ જાતા । ધ્યાન તુમ્હારા જો જન ધ્યાતા ॥

જો જન તુમ્હરી મહિમા ગાવૈ । ધ્યાન તુમ્હારા કર સુખ પાવૈ ॥

જો મન રાખે શુદ્ધ ભાવના । તાકી પૂરણ કરો કામના ॥

કુમતિ નિવારિ સુમતિ કી દાત્રી । જયતિ જયતિ માતા જગધાત્રી ॥

શુક્રવાર કા દિવસ સુહાવન । જો વ્રત કરે તુમ્હારા પાવન ॥

ગુડ છોલે કા ભોગ લગાવૈ । કથા તુમ્હારી સુને સુનાવૈ ॥

વિધિવત પૂજા કરે તુમ્હારી । ફિર પ્રસાદ પાવે શુભકારી ॥

શક્તિ-સામરથ હો જો ધનકો । દાન-દક્શિણા દે વિપ્રન કો ॥

વે જગતી કે નર ઔ નારી । મનવાઞ્છિત ફલ પાવેં ભારી ॥

જો જન શરણ તુમ્હારી જાવે । સો નિશ્ચય ભવ સે તર જાવે ॥

તુમ્હરો ધ્યાન કુમારી ધ્યાવે । નિશ્ચય મનવાઞ્છિત વર પાવૈ ॥

સધવા પૂજા કરે તુમ્હારી । અમર સુહાગિન હો વહ નારી ॥

વિધવા ધર કે ધ્યાન તુમ્હારા । ભવસાગર સે ઉતરે પારા ॥

જયતિ જયતિ જય સન્કટ હરણી । વિઘ્ન વિનાશન મઙ્ગલ કરની ॥

હમ પર સઙ્કટ હૈ અતિ ભારી । વેગિ ખબર લો માત હમારી ॥

નિશિદિન ધ્યાન તુમ્હારો ધ્યાતા । દેહ ભક્તિ વર હમ કો માતા ॥

યહ ચાલીસા જો નિત ગાવે । સો ભવસાગર સે તર જાવે ॥

ખોડીયાર ચાલીસા

અનેક રૂપે અવતરી, ભોમ ઉતારણ ભાર,   આવી શક્તિ ઈશ્વરી, ખમકારી ખોડિયાર. જગત જનેતા આપ છો, દયાળુ ને દાતાર,   ભવસાગર થકી તરવા, ખોડલ એક આધાર. નવ...