Tuesday, October 30, 2018

ખોડીયાર ચાલીસા



અનેક રૂપે અવતરી, ભોમ ઉતારણ ભાર, 
 આવી શક્તિ ઈશ્વરી, ખમકારી ખોડિયાર.
જગત જનેતા આપ છો, દયાળુ ને દાતાર, 
 ભવસાગર થકી તરવા, ખોડલ એક આધાર.
નવ ખંડોમાં નેજા ફરકે, દશે દિશાએ તારાં નામ,
 ભક્તો તણી પ્રતિપાલ છે, તું ખમકારી ખોડિયાર.
ગળધરે પ્રથમ વાસ કર્યો, પ્રગટ્યા શક્તિ અવતાર,
 દર્શન દીધા રા,નવઘણને, ખમકારી ખોડિયાર.
તું તાતણિયા ધરાવાળી, દર્શન દઈ સુખ દેનાર, 
 ટાળતી દુઃખ જો અનેકના, ખમકારી ખોડિયાર.
સોરઠ ભૂમિ સોહામણી, માટેલ ધરામાં વાસ, 
 મડદાં તું ઉઠાડતી મા, ખમકારી ખોડિયાર.
ખોડેલ ખડગધારી માત, વિદ્યાવળવાળી માત, 
 પરચા પૂર્યા તેં ઘણાં, થઈ જગતમાં વિખ્યાત.
ડુંગરે ડુંગરે દીવા બળે, તારા મા ખોડિયાર, 
 ત્રિશૂળ તેજસ્વી હાથમાં, દિવ્ય જેનો ચમકાર.
ત્રિશૂળધારિણી ખોડલી, કરતી તું ખમકાર, 
 લોબડીઆળી આઈ તું, સહુને સુખ દેનાર.
મગર ઉપર સવારી કરી, પધારે ખોડલ માત,
 જે ભાવે જે જે ભજે, તેને દર્શન દે સાક્ષાત્.
ધરા ધરામાં વાસ તારો, ત્રિશૂળ કર્યું નિશાન, 
 ગિરિ-ડુંગરે વાસ તારો, પરચા તારા મહાન.
વાંઝિયા-મેણું ટાળવા, અવતર્યાં ચારણ ઘેર, 
 કર્યો મા તેં કુળ ઉદ્ઘાર, ખમકારી ખોડિયાર.
જન્મ્યાં મોમડિયાને ઘરે, છ બહેનોની સંગાત, 
 લાગી ખોડી કે,તાતને, પણ થઈ તું જગવિખ્યાત.

ખોડલ કેરી સહાયથી, વરુડી કરતી કાજ, 
 પરચા કઈ જોવા મળ્યા, રા,નવઘણને સાચ.
ખોડલ કેરી સહાયથી, જો દરિયો ઓળંગાય,
 સમરે જેહ જે ભાવથી, કામ તેના સફળ થાય.
દર્શન દીધાં રા, રાયને, ખોડલ માએ સાક્ષાત્, 
 ધન્ય બની ગયું જીવન, જગમાં થયો વિખ્યાત.

ત્રણ વરસની ઉંમરે, પરચા પૂરતી માય,
 હતી વરોળી વાંઝણી, થઈ દૂઝતી ગાય.
સોના-રૂપાની છડી પર, લાલ ધજા અનુપમ, 
 પૂજે ખોડિયાર માતને, વલ્લભીપુરના ભૂપ.
ખોડલ કેરી કૃપાએ, નિરોગી થયો રાજકુમાર,
 રોગ-દોગ સૌ ચાલી ગયા, થયું મુખ તેજ અંબાર.
શિહોરા કેરા ડુંગરે, કર્યો ખોડલ વાસ, 
 રંક રાય સૌ નમન કરે, મા પૂરે સૌની આશ.
નેક ટેક વ્રત શ્રદ્ઘાથી, મે,રબાન ખોડલ થાય, 
 પંગુ વરજાંગ સુતને જો, ચડાવ્યો ડુંગર ક્ષણમાંય.
એ પ્રતાપી મા ખોડલે, કર્યો પ્રચંડ પડકાર, 
 ધુણાવ્યો ધુંધળીનાથને, પરચાળી તું ખોડિયાર.
એ.....ધૂણે મંડ્યો ધૂણવા, ધૂંધળી જોગંદર, 
 માએ વગડાવ્યાં ડાકલાં, ધૂણે ધાંધલપર.
કોળાંભા સદભાગી, કમળાઈ ડુંગરનું નામ, 
 દર્શનથી દુઃખડાં ટળે, મા ખોડિયારનું ધામ.
હઠીસિંગ કુમતિયો થયો, અત્યાચાર કર્યો અમાપ,
 મા કન્યાએ તવ કૃપાથી, ભસ્મ કીધો એ ભૂપ.
તાંતણિયા ધરા પાસે, ખોડલે કર્યા ધામ, 
 ભાવનગર નૃપતિઓનાં, મા કરતી સદા કામ.
ચિંતા વિઘ્ન વિનાશિની, ત્રિશૂળ હસ્ત ધરંત, 
 હે ખોડલ મા દયાળી, તું ભક્ત રક્ષા કરંત.
મા ખોડલ, મા દયાળી, જોને કરતી સહાય, 
 શરણાગત-રક્ષા નિત, જોને કરતી માય.
અંધને દેખતાં કરે, વાંઝિયાને આપે બાળ, 
 પરચા અપરંપાર ખોડલ, તું છે દીનદયાળ.
ખોડલ ખોડલ જે કહે, ને ઘરે નિરંતર ઘ્યાન, 
 તેની સહાયે સર્વદા રહે, તું ખોડલ માત.
દીન વત્સલ ખોડિયારની, કૃપા નજર જો થાય,
 તો તૃણનો મેરુ બને, મૂંગો મંગળ ગાય.
મોમડિયાની બાળને, ભજતા પાતક જાય, 
 પાપ સરવ તેના ટળે, જીવન ઉન્નત થાય.
આધી-વ્યાધી સહુ પળે, ખોડલને દરબાર, 
 આશા સહુ પૂરી કરે, ખમકારી ખોડિયાર.
ધાબડીયાળી માવડી, ખપ્પરવાળી ખોડિયાર, 
 ખમકારો જો કરે તો, ભવનાં દુખડાં જાય.
ખોડલ સૌની માવડી, સંકટે કરે સહાય, 
 તેને ભરોંસે નાવડી, ઊતરે પાર સદાય.
સહાય જેને ખોડિયારની, મનસા પુરણ થાય, 
 હર પળે હાજર રહે એ, ખમકારી ખોડલ માય.
લંગડાં બને સાજાં નરવાં, મા ખોડલને પ્રતાપ, 
 રોગી કૈંક થાય નિરોગી, મા ખોડલને પ્રતાપ.
લૂલાં લંગડાં ને દુખિયાં, આવતા માને દ્વાર,
 હેતથી હસી રાજી કરી, ખોડલ કરતી વહાર.
ખોડલ સૌની માવડી, વિપત્ત કરજે સહાય, 
 બિરુદ તારું જાય ના, ભરજે ના પાછો પાય.
'મા' ની લીલાનો નહિ પાર, જેનાં ઠેર ઠેર ધામ, 
 'મા' ના ગુણ ગાવાનો નહિ પાર, હૈયે એનું નામ.

**** બોલ શ્રી ખોડિયાર માતની જય ****

શ્રી રાંદલ ચાલીસા – જય રાંદલ માં



ગોરવર્ણ નીલાંબર ધારી, જગ જનની દર્શન સુખ કરી

નમું નારાયણી રાંદલ માતા, કમલાસની કર કમળ સુહાની.

પ્રથમ નામ સૌરચના માતા, રાંદલ છાયા સંગના ખ્યાતા.

નારાયણી રતના જગ જાતા, કઠીન તપસ્વી અશ્વિન માતા

સપ્ત નામ રાંદલ નીત ગાયે, વહેમ મૂળ અને કુસંપ જાયે.

પિતા વિશ્વકર્મા વિખ્યતા, મેના માતા શુભ સફલ દાતા.

તીવ્ર તેજ પતિ સુરજ દેવા, પતિ મુખ દર્શન મળે ના સેવા.

દર્શન કરતા નેત્ર બિડાયે, પતિ મુખ દર્શન કદી ના થયે.

રનાએ ચિત વાત વિચારી, કહી પિતા બ્રહ્મા ને સારી.

કારણ પૌત્ર નું મન વિચારી, વિચારી વાણી વદે સુખ કરી.

તપો પંચ વ્રત કઠીન કુમારી, પતિ મુખ દર્શન થશે સુખ કરી.

રાંદલ ચિતમાં વાત વિચારી, પોતાની છાયા રચી સારી.

આદિત્ય સેવા છાયા થકી થાયે, માં રાંદલ તપ તપવા વન જાયે.

ધરમાણ્ય ગયા જગદંબા અહિત, અશ્વિની રૂપે તપ આરંભ્યા.

માનુ સવારની શાની તાપી નામે, રાંદલ પુત્ર ગુણી યમરાજા.

રાંદલ પુત્ર ગુણી યમરાજા, કહે પિતાને મૂકી માજા.

ભેદ ભાવ મમ માતા રાખે, ને મુજ પર કંટાળો દાખે.

ધરે ધ્યાન વિસ્મય જગમાતા, તાપે તપ અશ્વિની રૂપે જગમાતા,

અશ્વ રૂપે આદિત્ય ત્યાં જાય, અતિ સુખ પતિ મુખ દર્શન થાયે.

રવિ રાંદલ ઉર આનંદ માયે, પુષ્પ વર્ષા કરી દેવી જય ગાયે.

તપ આચરે પરાગ સુખ થાયે, મટે કોઢ અંધાપો જાયે.

યમ યમુના અશ્વિની કુમારી, મનુ વૈશ્વતા રૈવત નીધ્રારા.

રાંદલ પ્રજા પરમ સુખ દાયી, નાસે રોગ યમ બહીતી જાયે.

સોરઠ દેસ શુભ દળવા ગામે, ગોપ ગણાતા નેહ તે નમે.

માનવ લીલા માત વિચારે, સુંદર બાળા નું રૂપ ધરીને.

ત્રણ વર્ષ અતિ રૂપવતી બાળા, મળી ગોપણ તને વિશાલા.

વાચા નહીં સંજ્ઞા થી સમજાવે, સંજ્ઞા નામે સહુ બોલાવે.

સાત દુકાળ પડ્યા અતિ ભારી, નેહે ઘણું ઘાંસ વર્ષા બહુ સારી.

આતી ઉત્તમ ગૌસેવા જાણી, દેનું ચરાવે રાંદલ રાણી.

સોળ વર્ષ વાય સંજ્ઞા થઈ, રૂપ ગુણ માંના બહુ વખાણી.

દુષ્ટો હરવા આવ્યા માતા, સિહ બની ધેનું રક્ષતા.

સિંહ આરૂઢ નારાયણી થાયે, ચક્ર ત્રીસુળ થી સૈન્ય હણાયે.

જય જય જય સંજ્ઞા જય ગાયે, આતમ ના ષડ શત્રુ હણાયે.

અતિ શુભાશિષ રાંદલ આપે, સ્થાન જીન દળવામાં સ્થાપે.

ત્રિપદા તપ થી રાંદલ રાખે, કર્મ બંધન સહુના કાપે.

કન્યા સાધવા મનવાંછિત પામે, વિધવા સત્ય વ્રત દુખ વામે.

સુદ બીજ સપ્તર્ષિ ભાનુપ અલુણ, તપ થી મન માન્યું.

સીમંત ઉપવીત લગ્ન શુભ કામ, પૂજે રાંદલ સુખ સંતતિ પામે.

ઔરંગાબાદ શુભ શીતળ ધામે, સવંત વીસ ચુમ્માલીસ નામે.

માં રાંદલ ચાલીસા જે કોઈ ગાયે, ઉપનામે રાંદલ આનંદ કહેવાયે.

દોહા

રાંદલ ચાલીસા ભણે, પદાર્થ પામે ચાર

વેદો – વિદ્યા ધન – સંપતી, ને સદગુણ ગુણી પરિવાર

અત્ર નિદ્રા આસન અને ગૃહ જીવન કુટીર ત્યાગ

પાંચ ત્યાગ થી તાપ તપે, પાંચ વ્રતી મહાભાગ

દિલ ના સત્ય રણકારથી, નારાયણી રાજી થાય

એરણકાર પ્રણવથી, સઘળી ઝાંખી થાય.

“બોલો રાંદલ માતાકી જય”



જય રાંદલ માં

શ્રી મોમાઈ ચાલીસા


મોમાઈ નમું હું માં કુળદેવી , અમ પર ક્રૂપા તમારી એવી.
આપ દયાળુ ને મહાદાની , જય જય જય મોમાઈ કલ્યાણી.

દ્વાર ઉગમણે માવડી બેઠી , સાર સંભાળ માં સહુની લેતી .
કુળ શેઠીયા પરીવારે પુજાણી , જય જય જય મોમાઈ કલ્યાણી.

મુર્તિ સ્વરૂપે સદા સોહાવે , ગોડી પોઢી ને પ્રેરણા પઠાવો .
અનહદ શક્તિ સહુએ વખણી , જય જય જય મોમાઈ કલ્યાણી.

વસ્ત્રલાલ કમળ ફુલ હાથે , ચાર ભુજા ને મુકટ છે માથે .
આંખે અમી નીત હરખાણી , જય જય જય મોમાઈ કલ્યાણી .

મઢ માવડી નું મંદીર ચોકે , લોકો આવે છે દર્શન કાજે .
મુર્તિ સ્વરૂપ સિન્દુરની દીપદાની , જય જય જય મોમાઈ કલ્યાણી .

પાય પડી જો વિનવે વાણી , ભાવ પ્રમાણે ભજતા ભાવે ,
અન્ન્દાની દેનાર દેખાણી , જય જય જય મોમાઈ કલ્યાણી .

નવરાત્રી આઠમ અજવાળી , ધુણે ભુવા હાક-ડાક વગાડી,
ચઢે નૈવેદ-શ્રીફળ અનુષ્ઠાની , જય જય જય મોમાઈ કલ્યાણી .

ભુલી મારગ કોઈ અવળા ભાગે , પાય પડી પ્રાશ્ચિત માંગે ,
થતાં દયા સુધરે જીંદગાની , જય જય જય મોમાઈ કલ્યાણી .

વાંઝ-વનિત માં તુજને પૂજે , રમે બાળક માં એની કુખે ,
ભાઇ-ભગીની ની જોડી ભવાની , જય જય જય મોમાઈ કલ્યાણી .

વંશ વ્રૂદ્ધિ,યશ, કિર્તી માં આપે , જો નવરાત્રી મા તુજને જાપે ,
ટળે વિપત્તા નિર્ભય નિર્વાણીની ,જય જય જય મોમાઈ કલ્યાણી .

મોમાઈ ચલીસા જે જન ગાશે , સંકટ ,રોગ, દુ:ખ , દરિદ્ર્તા જાશે ,
રિધ્ધી સિધ્ધી , સુખ , શાંતિ દાયીની , જય જય જય મોમાઈ કલ્યાણી .


નમું નમું કુળદેવી તુજને, નમું વિશ્વ જનની માત ,
શેઠીયા પરિવાર ના મંગલ કાજ , દોડી આવી માં તુ સાક્ષાત .

ખોડીયાર ચાલીસા

અનેક રૂપે અવતરી, ભોમ ઉતારણ ભાર,   આવી શક્તિ ઈશ્વરી, ખમકારી ખોડિયાર. જગત જનેતા આપ છો, દયાળુ ને દાતાર,   ભવસાગર થકી તરવા, ખોડલ એક આધાર. નવ...